નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. રોજેરોજ નવા નવા કાવતરા ઘડ્યા કરે છે. કાશ્મીર મુદ્દાનું આતંરરાષ્ટ્રીય કરવા ગયેલા પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રમાં ઘોર અપમાન સહન કરવાનો વારો આવ્યો અને વૈશ્વિક પટલ ઉપર ઈસ્લામિક દેશો સહિત અન્ય દેશોએ સાથ ન આપતા હવે તે નાપાક હરકતો પર ઉતરી આવ્યું છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ હવે પાકિસ્તાન સોશિયલ મીડિયા દ્વારા લોકોને ભડકાવી રહ્યું છે. આ સાથે જ નાગાલેન્ડના ઉગ્રવાદીઓ સુધી પણ પોતાની પહોંચ વધારી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાની સેના પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભારત વિરોધી વીડિયો શૂટ કરી રહી છે. ત્યારબાદ તે લોકોને ભડકાવવા માટે તથા ઉશ્કેરવા માટે સોશિયલ મીડિયા દ્વારા તેમના સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. કહેવાય છે કે પાકિસ્તાની ઓફિસર પીઓકેમાં એવા નકલી વીડિયો શૂટ કરી રહ્યાં છે કે જેમાં કેટલાક લોકોએ ભારતીય વરદી પહેરી છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...